Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસના દિગ્ગજ નેતાનો વાણીવિલાસ, કહ્યું-કેન્દ્ર સરકાર દેશદ્રોહી, કાશ્મીર જનારા મંત્રીઓ કાયર

કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે ફરીથી પોતાનું મોઢું ખોલ્યું અને વાણીવિલાસ કર્યો. સતત વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા ઐય્યરે આ વખતે કાશ્મીર અને કલમ 370ને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેઓ કેરળના મલ્લપુરમમાં એક જનસભાને સંબોધી રહ્યાં હતાં.

કોંગ્રેસના દિગ્ગજ નેતાનો વાણીવિલાસ, કહ્યું-કેન્દ્ર સરકાર દેશદ્રોહી, કાશ્મીર જનારા મંત્રીઓ કાયર

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે (Mani Shankar Iyer)  ફરીથી પોતાનું મોઢું ખોલ્યું અને વાણીવિલાસ કર્યો. સતત વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે જાણીતા ઐય્યરે આ વખતે કાશ્મીર અને કલમ 370 (Article 370) ને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેઓ કેરળના મલ્લપુરમમાં એક જનસભાને સંબોધી રહ્યાં હતાં. તેમણે કેન્દ્ર સરકારને દેશદ્રોહી અને મંત્રીઓને કાયર તથા ડરપોક ગણાવી દીધા. 

fallbacks

ઐય્યર કેન્દ્ર સરકારની તે રણનીતિનો વિરોધ કરી રહ્યાં હતાં જે હેઠળ 36 મંત્રીઓને જમ્મુ કાશ્મીર મોકલીને ત્યાંના લોકોને કેન્દ્રની યોજના માટે જાગરૂક કરવાની વાત કરવામાં આવી હતી. તેમણે સરકાર દ્વારા કાશ્મીરમાં 36 મંત્રીઓ મોકલવાના નિર્ણયની ટીકા કરી અને તેમને ડરપોક ગણાવ્યાં. 

ઐય્યરે ભાજપ (BJP) સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે આ લોકો દગાબાજ છે. આ લોકો જનતાના પ્રતિનિધિ નથી. જો હોત તો અનેક વર્ષો પહેલા ચૂંટાઈ ગયા હોત. તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે સરકાર ઘાટીમાં પોતાના 36 મંત્રીઓ મોકલી રહી છે. આ લોકો એટલા ડરપોક છે કે તેમાંથી 31 ફક્ત જમ્મુ જઈ રહ્યાં છે. જ્યારે ફક્ત 5 મંત્રી કાશ્મીર જશે. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રના સંપર્ક કાર્યક્રમ હેઠળ 36 કેન્દ્રીય મંત્રીઓ પ્રદેશની મુલાકાત લેવાના છે. 

આ 36 મંત્રીઓમાંથી માત્ર 5 મંત્રીઓ 4 દિવસમાં કાશ્મીરની મુલાકાત કરશે. બાકીના જમ્મુની મુલાકાત લેશે. જેને લઈને અધિકારીઓએ જણાવ્યું કે આવનારા મંત્રીઓ લોકો સાથે સંવાદ કરશે અને તેમના વિકાસના વિષય પર વાતચીત કરશે. 

આ VIDEO પણ ખાસ જુઓ...

ફક્ત મુસ્લિમ વિરોધી કાયદો લાવવાની કોશિશ
કોંગ્રેસ નેતાએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે ભાજપ કહે છે કે અન્ય પક્ષોને મળીને રાજ્યસભામાં તેની પાસે જોડતોડ માટે થોડો ઘણો બહુમત છે. આથી અમે તે તમામ મુસ્લિમ વિરોધી કાયદાઓને આગળ વધારીએ જે અમે ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું કે તેની શરૂઆત બંધારણની કલમ 370ને નાબુદ કરીને અને 35એને હટાવીને થઈ. તેમણે વધુમાં કહ્યું કે આ સાથે જ જમ્મુ અને કાશ્મીરને જમ્મુ કાશ્મીર તથા લદ્દાખમાં વહેંચી દીધા અને ઘાટીના લોકો પર અત્યાચાર કર્યાં. ચાર હજાર નેતાઓને જેલોમાં બંધ કરી દીધા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More